વિસામો

એક પળ માણવા નો પ્રયાસ

FOUR THINGS YOUR MOBILE PHONE COULD DO

Try it before you send it to thousand people!

Subject: FOUR THINGS YOUR MOBILE PHONE COULD DO

FIRST
Emergency

Emergency Number worldwide for Mobile
is 112. If you find yourself out of the coverage area of your
mobile; network and there is an emergency, dial 112
and the mobile will search any existing network to establish the emergency
number for you, and interestingly this number 112 can be dialled even
if the keypad is locked. Try it out.

SECOND
Have you locked your keys in the car?

Does your car have remote keyless entry? This may come in handy someday. Good
reason to own a cell phone:
If you lock your keys in the car and the spare keys are at home, call
someone at home on their mobile phone from your cell phone.

Hold your cell phone about a foot from
your car door and have the person at your home press the unlock
button, holding it near the mobile phone on their end.
Your car will unlock. Saves someone from having to drive
your keys to you. Distance is no object. You could be hundreds of miles away,
and if you can reach someone who has the other ‘remote’ for your car, you can
unlock the doors (or the trunk).
Editor’s Note: It works fine! We tried it out and it unlocked our car over a
mobile phone!’

THIRD
Hidden
Battery
Power
Imagine your mobile battery is very
low. To activate, press the keys *3370# Your
mobile will restart with this reserve and the instrument will show a 50%
increase in battery. This reserve will get charged when you charge your
mobile next time.

FOURTH
How to
disable a STOLEN mobile phone?
To check your Mobile phone’s serial
number, key in the following digits on your phone: * # 0 6 #

A 15 digit code will appear on the screen. This number is unique to
your handset. Write it down and keep it somewhere safe. When your
phone get stolen, you can phone your service provider and give them
this code. They will then be able to block your handset so even if
the thief changes the SIM card, your phone will be totally useless.
You probably won’t get your phone back,
but at least you know that whoever stole it can’t use/sell it either. If
everybody does this, there would be no point in people
stealing mobile phones.

Also -ATM PIN Number Reversal – Good to Know

If you should ever be forced by a robber to withdraw money from an ATM
machine, you can notify the police by entering your PIN # in
reverse. For example, if your pin number is 1234, then you would put
in 4321. The ATM system recognizes that your PIN number is backwards
from the ATM card you placed in the machine. The machine will still
give you the money you requested, but unknown to the robber, the
police will be immediately dispatched to the location.
This information was recently broadcast on CTV by Crime Stoppers
however it is seldom used because people just don’t know about it.
Please pass this along to everyone.

Advertisements

ડિસેમ્બર 8, 2009 Posted by | General | 3 ટિપ્પણીઓ

અંગ્રેજી ગઝલ – અનુ. પરેશ પંડ્યા (Curtesy Readgujarati)

અંગ્રેજી ગઝલ – અનુ. પરેશ પંડ્યા

[1] એમ પણ બને – મનોજ ખંડેરિયા

પકડો કલમ ને કોઈ પળે, એમ પણ બને
આ હાથ આખે આખો બળે, એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં
મન પ્હોંચતા જ પાછું વળે, એમ પણ બને

એવું છે થોડું છેતરે રસ્તા કે ભોમિયા
એક પગ બીજા પગ ને છળે, એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે, એમ ૫ણ બને

તું ઢાળ ઢોલિયો, હું ગઝલ નો દીવો કરું,
અંધારું ઘર ને ઘેરી વળે, એમ પણ બને.

[અનુવાદ : It may so happen ]

Hold the pen and at any moment, it may so happen
your complete hand burns, it may so happen

Your quest of years to reach there, and on reaching
your heart retreats the same moment, it may so happen

It is not always that you are deceived by road or guide
your one leg may cheat another one, it may so happen

Your whole life passes in search of something and
the same thing is beneath your leg, it may so happen

You arrange a nice sofa, I will light up lamp of gazal and
still the darkness all around the house, it may so happen
.
[2] ગઝલ – શોભિત દેસાઈ

મને ખુદને જ મળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું
ને વરસાદે પલળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

હતો જે આપણો સંબંધ એના ભગ્ન અવશેષો
શિશુ માફક ચગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

ચણાયા કાકલૂદી પર થરતી જ્યોતના કિસ્સા
દીવાની જેમ બળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

તને આગળ ને આગળ હું હજી જોયા કરું અથવા
પ્રયાસોમાં કથળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

નગરનાં માણસો જે એ બધાં છે મીણના પૂતળાં
અને એમાં પીગળતો હું હજી પણ ત્યાં જ ઊભો છું

[અનુવાદ : I am still standing there ]

Meeting myself, I am still standing there
wet drenched in rain, I am still standing there

Broken remainder of our relations
chewing them like a child I am still standing there

Episodes of shivering flames came up on entreaty,
burning like lamp, I am still standing there

I could see you ahead and ahead continuously or,
deranged in my efforts, I am still standing there

The people of city are like wax statue,
and melting in them, I am still standing there
.

[3] ગઝલ – નયન દેસાઈ

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઈ કણમાપક શોધીએ,
કે, હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

આરજૂના કાટખૂણે જિંદગી તૂટી પડે,
ને પછી એ મોતના બિન્દુ સુધી લંબાય છે.

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

[અનુવાદ]
In a rectangular room time being rubbed with pestle,
curved lines of moments being board in breathing

Any of the round of the possibility not been completed
at every movement sharp point of compass being pierced

Come on let us find out the protector/scale of relations
to check up the degree at which heart can be pierced

At the right angle of hope, life being shattered
and life thereafter lengthened till the point of death

I am a empty space lying between two parallel lines,
chain of emptiness being tied by myself.

ડિસેમ્બર 7, 2009 Posted by | સાહિત્ય | Leave a comment

Just click and enjoy

http://fc01.deviantart.com/fs13/f/2007/077/2/e/Animator_vs__Animation_by_alanbecker.swf

Copy and paste above link

ડિસેમ્બર 6, 2009 Posted by | Links | 1 ટીકા

સ્માઈલનું સેલ – સંકલિત(Read gujarati)

સ્માઈલનું સેલ – સંકલિત

એક દુકાનની બહાર લખ્યું હતું : ‘સોમવારે દુકાન બંધ રહેશે, મંગળવારે દુકાન બંધ રહેશે……’ એમ કરીને સાતેય વારનું લખ્યું હતું.
ત્યાંથી રોજ પસાર થતા માણસને કૂતુહલ થયું. એણે એક દિવસ ઊભા રહીને દુકાનદારને પૂછ્યું :
‘તમે આવા ખોટા બોર્ડ કેમ રાખો છો ? હું રોજ અહીંથી પસાર થઉં છું, તમારી દુકાન તો ક્યારેય બંધ હોતી નથી.’
દુકાનદારે કહ્યું : ‘ભલા માણસ ! મારો એ બોર્ડ વેચવાનો જ ધંધો છે !’
******

કનુ કડકો એના પિતાજીની શ્રાદ્ધ ક્રિયા કરાવવા બેઠો હતો.
બ્રાહ્મણે કહ્યું : ‘હવે નવ જાતનાં ધાન (અનાજ) મંગાવો…..’
કનુ કડકો કહે : ‘ઘરમાં એટલાં બધાં ધાન હોત તો બાપા જીવતા ના હોત ?’
*******

‘અરે ભાઈ ! આ તારી ચામાં માખી પડી છે….’
‘એમાં આટલા બરાડા શાના પાડો છો ? આટલી નાની માખી તમારી કેટલી ચા પી જવાની હતી ?’
******

કંજૂસ શેઠ : ‘આ વર્ષે તેં મન દઈને કામ કર્યું છે એટલે તને પાંચ હજાર રૂપિયા બોનસનો ચેક આપું છું.’
નોકર : સાચ્ચે જ ?
કંજૂસ શેઠ : ‘આ રીતે જ કામ કરતો રહીશ તો આવતા વર્ષે આ ચેક પર સહી પણ કરી આપીશ.’
******

છગન : ‘શાંતિલાલ હવે બસ કરો. લગ્નમાં જમવાનું હોય પણ કેટલા કલાક ?’
શાંતિલાલ : ‘હું તો ખાઈને કંટાળી ગયો છું પણ કંકોતરીમાં લખ્યું છે કે ભોજનનો સમય રાતના 8 થી 11 સુધી.’
******

વાણિયો : ‘આ કેળા કેમ આપ્યાં ?’
દુકાનદાર : ‘એક રૂપિયાનાં.’
વાણિયો : ’60 પૈસામાં આપીશ ?’
દુકાનદાર : ’60 પૈસામાં ખાલી છાલ મળશે.’
વાણિયો : ‘આ લે 40 પૈસા. છાલ રાખી લે અને કેળાં આપી દે.’
******

સંતાસિંહ કેમ અરીસાની સામે બેસીને ભણે ?
એક તો એના કારણે રિવિઝન પણ થઈ જાય,
બીજું, એને એકલા વાંચવું ગમતું નથી.
ત્રીજું, પોતાના પર નજર રાખનાર કોઈ તો જોઈએ ને !
******

સંતાસિંહ 35 રને પહોંચ્યા અને હવામાં બેટ ઉછાળવા માંડ્યા.
સચીને એને કહ્યું : ‘યાર અભી 50 યા 100 નહીં હુઆ હૈ, ક્યું બેટ ઉછાલ રહે હો ?’
સંતા : ‘તૂં નહીં સમઝેગા. 35 કા મહત્વ તો કેવલ ગ્રેજ્યુએટ હી સમજ સકતા હૈ ! તું રહેને દે….’
******

બે માણસ અગાશી પરથી કૂદ્યા.
પહેલો : હું આ 50મી વાર કૂદી રહ્યો છું. I am a Record holder.
બીજો : હું તો આ પ્રથમ જ વાર કૂદ્યો છું. I am a Share holder.
*******

આજે મંદીનો માહોલ કેવો ભયાનક છે એનો એક ચિતાર….
છગન : ‘અલ્યા, તારાં ધંધાપાણી કેમ ચાલે છે ?’
મગન : ‘અરે તું વાત જ ના કર. એકદમ ભંગાર. અલ્યા, જે લોકો કોઈ દા’ડો નો’તા ચૂકવતા ઈ બધાએ પણ ખરીદવાનું બંધ કરી દીધું છે, બોલ !!’
*******

સંતા અને એની પત્ની વચ્ચે બરાબરની લડાઈ થઈ. એકબીજા સાથે ઝઘડ્યા પછી સંતા એની પત્નીનો ભીંત પર લટકતો ફોટો લઈને ભાગ્યો સીધો કબ્રસ્તાનમાં… ત્યાં એક ઝાડ પર ફોટો લટકાવીને નીચે લખ્યું : ‘Coming Soon !!’
******

છગન : ‘કોલંબસ જો પરણેલો હોત તો એ માણસ કદી અમેરિકા ખંડને શોધી ના શક્યો હોત.’
મગન : ‘એવું કેમ ?’
છગન : ‘કારણ કે એની પર પ્રશ્નોનો મારો કરવામાં આવત : ક્યાં જાઓ છો ? કોની જોડે જાઓ છો ? શા માટે જાઓ છો ? ત્યાં શું કામ છે ? કેટલા દિવસ માટે જાઓ છો ? પાછા ક્યારે આવવાના ? કોઈ દહાડો કીધેલા ટાઈમે પાછા આવ્યા છો ?’
*******

છગનના મોબાઈલ પર મેસેજ આવ્યો :
‘….આથી અમેરિકન એમ્બસી દ્વારા તમામ ગુજરાતીઓને ખાસ જણાવવાનું કે, કૃપયા H1N1 માટે એપ્લીકેશન ન મોકલશો. એ વિઝા નથી….’
******

સંતાસિંહ પોતાની લગ્નતિથિ પર પોતાની પત્ની માટે ગીફટમાં ગુલાબનું ફૂલ લઈને આવ્યો ! પત્ની ચીડાઈને બોલી, ‘કોઈ સોને કી ચીજ નહીં લા સકતે થે ?’
સંતાસિંહ પાછો ગયો અને બજારમાંથી એક ઓશીકું લઈ આવ્યો !
******

શિક્ષિકા : ‘મનિયા, તારા પિતાનું નામ વાપરીને અંગ્રેજી વાક્ય બનાવ.’
મનિયો : ‘માય ફાધર્સ નેમ ઈઝ બટર રેડ ગવર્મેન્ટ.’
શિક્ષિકા : ‘આ શું કહે છે ? તારા પિતાનું નામ બટર રેડ ગવર્મેન્ટ છે ?’
મનિયો : ‘તમે અંગ્રેજી કીધું ને એટલે એમનું નામ અંગ્રેજીમાં બોલ્યો. બાકી એમનું નામ ગુજરાતીમાં ‘નવનીતલાલ સરકાર’ છે.
******

મનિયો : ‘બાપા, હું શેરીમાં વરસાદમાં રમવા જાઉં ?’
બાપા : ‘મારી તો હા છે, પણ જરા તારી માની રજા લઈ લે. અને સાંભળ… એને કહેજે કે બાપાએ શેરીમાં જવાની ના પાડી છે….’
******

પોલીસ : ‘કેમ અલ્યા, તું જાણતો નથી કે ભીખ માગવી એ ગુનો છે ?’
ભિખારી : ‘પણ સાહેબ, મેં ભીખ માંગી જ નથી, મેં તો વરસાદ આવે છે કે નહિ તે જોવા માટે હાથ લાંબો કર્યો’તો. અને તેણે મારા હાથમાં રૂપિયો મૂકી દીધો !’
******

ગ્રાહક : ‘તમારી બ્રેડ ખૂબ ખરાબ હોય છે.’
દુકાનદાર : ‘અરે જનાબ, હું તે સમયથી બ્રેડ વેચું છું જ્યારે તમારો જન્મ પણ નહીં થયો હોય.’
ગ્રાહક : ‘તે સમયની બ્રેડ અત્યારે શું કામ વેચો છો ?’
******

એક બહેન (દુકાનદાર ને) : “તમારે ત્યાં સાબુ હશે ?”
દુકાનદાર : “છે ને બહેન, કયો આપું ?”
બહેન : “ના જોઈતો નથી. સાબુ હોય તો તમે હાથ ધોઈને એક કીલો ચોખા આપો ને !”
******

શેરીમાં નવા રહેવા આવેલા ભાડૂઆત તેના પડોશીને પૂછે છે.
ભાડૂઆત : શું તમારો દીકરો છે ?
પાડોશી : હા, એક દિકરો છે.
ભાડૂઆત : શું તે સિગરેટ પીએ છે ?
પાડોશી : ના.
ભાડૂઆત : વાહ ! તમારો દીકરો કેટલો સારો છે ! અત્યારે આવા સંસ્કારી છોકરાં મળવા મુશ્કેલ છે. તેની ઉંમર કેટલી ?
પાડોશી : ત્રણ મહિના.
******

બે મુરખાઓએ દૂકાન ચાલુ કરી, પણ અઠવાડિયું થયું, તેમને ત્યાં કોઈ ઘરાક આવ્યું નહીં. એટલે આ બંને જણે દુકાનનું માર્કેટિંગ કરવા માટે વારાફરતી બજારમાંથી ચાલતા-ચાલતાં દુકાન તરફ આવવું અને કોઈક વસ્તુ ખરીદવાનું નાટક કરવું, જેથી લોકોને એમ લાગે કે આ દુકાને ઘરાક આવે છે – એવો પ્લાન બનાવ્યો. સૌપ્રથમ પહેલો મુરખો હતો તે દુકાને કાઉન્ટર પર બેઠો અને બીજાને સામેથી ચાલતાં-ચાલતાં આવવાનું કહ્યું.
બીજો ચાલતો-ચાલતો આવ્યો અને દુકાને આવી તેણે કાઉન્ટર પર એક બોટલ મૂકીને કહ્યું : ‘એક કીલો ગોળ આપો ને !’
પહેલો મુરખો તેની સાથે ઝઘડયો. “આમાં એક કીલો ગોળ આવતો હશે ? તું તો સાવ મુરખો છે. જા ફરી થી નાટક કર. અને સાંભળ, આ વખતે બરાબર કરજે” પેલો ફરીથી બજાર તરફ ગયો અને દૂકાન બાજુ ચાલતો ચાલતો આવ્યો. આવીને તેણે ફરીથી કાઉન્ટર પર બોટલ મૂકી.
“500 ગ્રામ ગોળ આપોને.”
હવે પહેલો મુરખો બરાબર અકળાયો. તેણે તેને કીધું, “હવે તું કાઉન્ટર સંભાળ. તને કાંઈ આવડતું નથી. હું બજારમાંથી ચાલતો ચાલતો આવું છું.”

હવે પહેલો મુરખો બજારમાંથી ચાલતો ચાલતો આવ્યો. કાઉન્ટર પાસે આવીને 50 રૂપિયાની નોટ મૂકીને બીજા મુરખાને કહ્યું : “ એક કીલો ગોળ આપો ને.”
બીજો મુરખાએ પૂછયું : “બોટલ લાવ્યા છો ?”
******

એકવાર એક સ્કુલમાં ઈતિહાસના શિક્ષક રજા પર હતાં એટલે ઈતિહાસનો પીરીયડ વિજ્ઞાનના શિક્ષકને લેવો પડયો. શિક્ષક કલાસમાં પ્રવેશ્યાં.
શિક્ષક (નટુને) : જા તો નટુ, એક ગ્લાસ પાણી લઈ આવ તો.
નટુ પાણી લઈ આવે છે.
શિક્ષક (કલાસના બાળકોને સંબોધી) : બાળકો, આ શું છે ?
બાળકો : ગ્લાસ છે, સાહેબ.
શિક્ષક : ગ્લાસમાં શું છે ?
બાળકો : પાણી છે, સાહેબ.
(શિક્ષક ગ્લાસમાંથી થોડું પાણી પોતાની આંગળી પર રેડે છે.)
શિક્ષક : બાળકો, મારી આંગળી પર શું છે ?
બાળકો : ટીપું છે સાહેબ.
શિક્ષક : બસ તો, આજે આપણે ટીપુ સુલતાન વિશે ભણીશું.
******

ડિસેમ્બર 6, 2009 Posted by | હસો અને હસાવો | Leave a comment