વિસામો

એક પળ માણવા નો પ્રયાસ

નોકરી -નિમેશ

રાહુલ અને મનોજ બાળપણ નાં મિત્રો. સાથે રમતા સાથે નિશાળે જતા અને કોલેજ સુધી નો સંગ પણ સાથે કર્યો.
રાહુલ ભણવા માં હોશિયાર જે માધ્યમ કુટુંબ માં રહેતો હતો
જ્યારે મનોજ અમીર માં-બાપ નું સંતાન હતું. ભણવા માં ઠીક ઠીક કહી શકાય તેવો હતો.
આજે એ બની મિત્રો નાં અંતિમ પરિણામ હતું જે તેઓના ભાવી નક્કી કરવાનું હતું.
ધાર્યા પ્રમાણે પરિણામ આવ્યું. રાહુલ પ્રથમ નંબરે જ્યારે મનોજ ફક્ત પાસ થયો હતો.
હવે રાહુલ નાં જીવન ની કસોટી શરુ થી હતી. ઠેક ઠેકાણે નોકરી ની અરજી કરી પણ લાગ-વગ વગર તે ત્યાં નો ત્યાં જ રહ્યો.
જ્યારે મનોજ નાં પિતાજી ની ઓળખાણ થી તેમને સારી એવી નોકરી મળી ગઈ.
સારા એવા માર્ક્સ પણ કી જ કામ માં ન આવ્યા.
એક તો દરેક જગ્યા એ લાગ-વગ જોઈયે અને ઉપરથી મંદી.
નોકરી ની આશા ધીરે ધીરે લગભગ પૂર્ણ જેવી હતી.
મનોજે તો નવી નોકરી શરુ કરતા જ એક બાઈક વસાવી અને બાઈક પર જતા મનોજ ને જોઈએ કોઈએક વાર રાહુલ સહજ રીતે ઈર્ષા કરતો હતો.
કારણ કે મનોજ કરતા પોતે એ નોકરી નો પ્રબળ દાવેદાર હતો.

અને એક દિવસ મનોજ નાં ઘરે દુખદ પ્રસંગ આવ્યો. સામે આવતા ટ્રક સાથે જોરદાર ટક્કરે મનોજ નો જીવ લી લીધો.
રાહુલ ઘણો જ દુખી થયો અને મનોજ નાં ઘરે જઈ તેમના અંતિમ દર્શન કર્યા.

પણ બીજે દિવસે રાહુલ ખુશ હતો આજે સવારે જ એ કંપની માં મનોજ ની ખાલી જગ્યા માટે ઈન્ટર્વ્યુ માટે જવાનો હતો.
કદાચ એ રાહુલ નાં જીવન માં સુખ-દુખ ની વ્યાખ્યા જ બદલી નાખી.

ઓક્ટોબર 10, 2010 - Posted by | General

1 ટીકા »

  1. Very Touching.

    Kushal

    ટિપ્પણી by Kushal | ઓક્ટોબર 10, 2010 | જવાબ આપો


Leave a comment