વિસામો

એક પળ માણવા નો પ્રયાસ

સોહાર ના ગુજરાતીઓ

સોહાર ના ગુજરાતીઓ

આ લેખ લખવા નો મુખ્ય ઉદેશ એ છે કે તેઓ એ સ્વાર્થ વિના કાર્ય ને અંજામ આપ્યો છે
બાકી વેજ ના બદલે નોન – વેજ રેસ્ટોરંટ વધારે નફો આપે છે.

અને પારકા દેશ માં દરેક ગુજરાતીઓ ને સાથે લાવવાનુ કામ સહેલુ તો નથીજ્.

આ બે અગત્ય ના મુદ્દા ધ્યાન માં રાખી આ લેખ લખવાનો વિચાર આવ્યો અને સારા વિચારો હંમેશા શેર કરતાં રહેવું એ જ તો બ્લોગ – જગત નો ફાયદો છે.

તમે કિશોરભાઈ ને ભાગ -1 માં અને જયેશ ભાઈ અને રાજુભાઈ ને ભાગ -2 માં મળી શકશો.

(1)
ઈસ્લામ દેશ માં આવ્યા હોય અને તમે શાકાહારી હોય તો કલ્પના કરો કે તમારી શું હાલત થાય્ ?

દરેક જગ્યા એ તમને નોન-વેજ જોવા મળે. એક પળ માટે એમ પણ થાય કે પાછા સ્વદેશ જતાં રહીયે પણ ધારો કે અહી તમને શુધ્ધ શાકાહારી ભોજન મળી રહે તો ? તો પછી તમને સુખદ અનુભવ થાય. આવો અનુભવ મિલન માં લેવા જેવો છે. એમ તો એવુ કોઈ ગુજરાતી સોહાર માં ના હોઈ જે મિલન રેસ્ટોરંટ થી પરિચિત ના હોઈ. મિલન એટલે દરેક નવા-સવા આવેલા ગુજરાતી નુ મિટિંગ પોઈંટ. જ્યાં વસે એક ગુજરાતી ત્યાં વસે ગુજરાત- અહીં તમને ગુજરાત ની યાદ તાજી થઈ જાય્.

મિલન ની બહાર નો કુવો અને કુવા પર લાકડા નું ઢાંકણ જે અમારી બેઠક. એના પર બેસી ને મસાલેદાર ચાય ની ચુસકી લઈએ એટલે બસ રોમાંચ થઈ જાય. એક ચહા પુરી કરતા સમય ક્યાં નીકળી જાય ખબર ના પડે. ગમે તેવા ગરમ વાતાવરણ માં પણ આ કુવા ની બેઠક પર હમેંશા ઠંડક નો અનુભવ થાય્.
એ દિવસો પણ કેમ ભુલાય કે જ્યારે સવારે પાંચ સાડા પાંચે ડ્રાઈવીંગ સ્કુલે જતા હોઈ ત્યારે પાછળ ના દરવાજે જઈ ચહા લઈયે ત્યારે તો એમ જ લાગે કે અમારા જેવા એકલા અટુલા માટે આનાથી બીજો પર્યાય શુ હોઈ શકે ?
કિશોરભાઈ બાપોલીયા આ રેસ્ટોરંટ ના જનક જેના અગાધ મહેનત થી 1992 માં મિલન ની સ્થાપના થઈ. ખરા અર્થ માં કિશોરભાઈ નુ સેવા કાર્ય જ કહેવાય જે આટલા વર્ષે પણ સફળતા થી કાર્યરત છે. એમનો સ્વભાવ પણ રેસ્ટોરંટ ના નામ પ્રમાણે મિલનસાર. દરેક ને સાચો માર્ગ બતાવે તેથી જ કોઈને પણ અહીં આવ્યા પછી અને તેમને મળ્યા પછી આ દેશ અજાણ્યો નથી લાગતો. એમનુ ઘર રેસ્ટોરંટ ની ઉપર એટલે નવરાત્રી માં એમને ઘરે આમત્રંણ હોય્. એ દિવસે તો એમના ઘરે આરતી અને ગરબા થી અસ્સલ ગુજરાત ની મહેક ગુજીં ઉઠે. આવાં તો અનેક અનુભવ મિલન થી જોડાયેલા છે.

શુધ્ધ શાકાહારી મિલન માં ખીચડી-કઢી , પુલાવ – કઢી , અને હાં મથુરા નાં ગોટા હમેંશા મળી રહે. ઠંડી માં બાજરા ના રોટલાં અને વેંગણ નું ભડતું હોય અને છાસ તો હોય જ્ ઉપરાંત મસાલેદાર ચાય્ , ભેળ¸¸ પાપળી , કચોરી તો અહીં ટેસ્ટ કરવી જ રહી. દિવાળી માં અહીં જાત જાત ની મિઠાઈઓ બને અને તે પણ ગુણવત્તા જાળવી ને બનાવી હોય્.

બીજું અહીં તમને એક કોર્નર માં જાહેરખબર જોવા મળે જે તે તમને ફર્નિચરૢ વાહન અથવા તો ભાડાં નું ઘર લેવા-વેચવા માં ઉપયોગી થાય. આ સેવા કિશોરભાઈ નિસ્વાર્થ ભાવે કરે છે.

મિલન ફક્ત રેસ્ટોરંટ નથી પણ ઘર જેવુ વાતાવરણ અને શુધ્ધ શાકાહારી સેવા આપનાર સોહાર માં એક્મેવ છે. છેલ્લે એટલુ જ કે સોહાર માં આવો અને મિલન ની મુલાકાત ના લો તો પ્રવાસ અધુરો ગણાય.

(2)
જયેશ ભાઈ વેદ્ અને રાજુભાઈ સંપટ્ ને કેમ ભુલાઈ. જેઓ સોહાર ના ગુજરાતીઓ ને એક સાથે જોડવા નું કાર્ય કરતાં આવ્યા છે અને કરે છે. બે વર્ષ પહેલાં તેઓ એ ફાર્મ હાઉસ માં સફળ ગેટ ટુ ગેધર રાખ્યું હતુ જે આજે પણ દરેક ને યાદ છે. જેમાં નાના બાળકો તેમજ મોટાં ઓ માટે પણ રમત રાખી હતી.

આયોજન માં સવારે ચા-નાસ્તો બપોર નુ લંચ અને થોડા આરામ પછી ની રમતો જેવી કે બાળકો માટે આઉટ્ડોર રમત અને મોટાઓ માટે અંતાક્શરી જેવી રમતો રાખી ને એ આયોજન ની સફળતાં જ્ તેમની કાર્ય કુશલતાં કહે છે.

તાજેતર માં કુકિંગ સ્પર્ધા અને બાળકો માટે ફેંસિ-ડ્રેસ જેવી સ્પર્ધા રાખી હતી જેને પણ સુન્દર પ્રતિસાદ મળ્યો હતો.

દરેક ને સાથે લાવવાનુ કામ એ સમય માંગી લે એવું છે. જયેશભાઈ અને રાજુભાઈ એ આ કાર્ય દર વર્ષે વધુ ને વધુ દમદાર અને સફળ બનાવે એજ શુભેછા.

સોહાર ના દરેક ગુજરાતીઓ ને એક સાથે અને એક મંચ પર લાવવાનું કામ હોય તો એનો જશ આપણે જયેશ ભાઈ અને રાજુભાઈ ને આપવો જ ઘટે.

આવા વ્યક્તિ થી આપણ ને અજાણ્યો દેશ પણ પોતિકો લાગે.

Advertisements

ડિસેમ્બર 6, 2010 - Posted by | General

1 ટીકા »

  1. I like the way u take intrest in all small things here. I want to give thanks for apreciating all our efforts . once again thank u very much .

    ટિપ્પણી by Members of Gujju Get Together | ડિસેમ્બર 12, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: