વિસામો

એક પળ માણવા નો પ્રયાસ

જાગને જાદવા -નરસિંહ મહેતા

જાગને જાદવા

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા
તુજ વિના ધેનમાં કોણ જાશે ?
ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે મળ્યા
વડો રે ગોવાળિયો કોણ થાશે ? … જાગને

દહીંતણા દહીંથરા, ઘી તણાં ઘેબરાં
કઢિયેલ દૂધ તે કોણ પીશે ?
હરિ મારો હાથિયો, કાળી નાગ નાથિયો
ભૂમિનો ભાર તે કોણ લેશે ? … જાગને

જમુનાને તીરે ગૌધણ ચરાવતાં
મધુરી શી મોરલી કોણ વાહશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રિઝીએ
બૂડતાં બાંયડી કોણ સાહશે ? … જાગને

– નરસિંહ મહેતા

Advertisements

ડિસેમ્બર 14, 2010 - Posted by | કાવ્ય અને ગઝલ

1 ટીકા »

  1. આદ્ય કવિ નરસિંહ મહેતાનું એક જગ પ્રસિદ્ધ પ્રભાતિયું .

    આજે પણ સવારના પહોરમાં મીઠું અને મધુરું લાગે છે.

    ટિપ્પણી by પરાર્થે સમર્પણ | ડિસેમ્બર 14, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: