વિસામો

એક પળ માણવા નો પ્રયાસ

આવડવું જોઈયે

સુખ ફક્ત શહેર ની જાહોજલાલી માં નથી,
ગામ ની ભાગોળે પણ છે
જે માણતા આવડવું જોઈએ

સુગંધ ફક્ત પુષ્પો માં નથી,
ગાયો ની ગમાણ માં પણ છે
જેની મહેક પામતા આવડવી જોઈએ

ભક્તિ ફક્ત પ્રભૂ સ્તુતિ માં નથી,
દિન દુખિયા ને કાજે ઉઠેલા હાથો માં પણ છે
જેની કરુણતા જાણતા આવડવી જોઈએ

પ્રેમ ફક્ત “હું તને પ્રેમ કરું છું” માં નથી,
મોંન માં પણ છે
જે સમજતા આવડવું જોઈયે

હે માનવ, રાવણ ફક્ત લંકા માં નથી,
આપણા દરેક ની અંદર પણ છે
જેનો સંહાર કરતા આવડવું જોઈયે

ઓક્ટોબર 13, 2010 - Posted by | કાવ્ય અને ગઝલ

1 ટીકા »

  1. હે માનવ, રાવણ ફક્ત લંકા માં નથી,
    આપણા દરેક ની અંદર પણ છે
    જેનો સંહાર કરતા આવડવું જોઈયે
    વાહ નીમેશભાઈ,
    ખુબ જ સરસ રચના અને સુદર ભાવ.

    ટિપ્પણી by પરાર્થે સમર્પણ | ઓક્ટોબર 13, 2010 | જવાબ આપો


Leave a reply to પરાર્થે સમર્પણ જવાબ રદ કરો